Posts

Showing posts from March, 2021

કવિતા ક્રમાંક - ૦૦૨ : કોઈનો લાડકવાયો

Image
કોઈનો લાડકવાયો   કોઈનો લાડકવાયો રક્ત ટપકતી સો સો ઝોળી સમરાંગણથી આવે કેસરવરણી સમરસેવિકા કોમલ સેજ બિછાવે ઘાયલ મરતાં મરતાં રે માતની આઝાદી ગાવે કોની વનિતા કોની માતા ભગિની ટોળે વળતી શોણિતભીના પતિ-સુત-વીરની રણશૈયા પર લળતી મુખથી ખમ્મા ખમ્મા કરતી માથે કર મીઠો ધરતી થોકે થોકે લોક ઊમટતા રણજોધ્ધા જોવાને શાબાશીના શબ્દ બોલતા પ્રત્યેકની પિછાને નિજ ગૌરવ કેરે ગાને જખમી જન જાગે અભિમાને સહુ સૈનિકનાં વહાલાં જનનો મળિયો જ્યાં સુખમેળો છેવાડો ને એકલવાયો અબોલ એક સૂતેલો અણપૂછયો અણપ્રીછેલો કોઈનો અજાણ લાડીલો એનું શિર ખોળામાં લેવા કોઈ જનેતા ના'વી એને સીંચણ તેલ-કચોળા નવ કોઈ બહેની લાવી કોઈના લાડકવાયાની ન કોઈએ ખબર પૂછાવી ભાલે એને બચીઓ ભરતી લટો સુંવાળી સૂતી સન્મુખ ઝીલ્યાં ઘાવો મહીંથી ટપટપ છાતી ચૂતી કોઈના લાડકવાયાની આંખડી અમૃત નીતરતી કોઈના એ લાડકવાયાનાં લોચન લોલ બિડાયાં આખરની સ્મૃતિનાં બે આંસુ કપોલ પર ઠેરાયાં આતમ-દીપક ઓલાયા ઓષ્ટનાં ગુલાબ કરમાયાં કોઈના એ લાડકડા પાસે હળવે પગ સંચરજો હળવે એનાં હૈયા ઉપર કર-જોડામણ કરજો પાસે ધૂપસળી ...

કવિતા ક્રમાંક - ૦૦૧ : પ્રાર્થના

પ્રભો અંતર્યામી, જીવન જીવના દીનશરણા પિતા માતા બંધુ, અનુપમ સખા હિતકરણા પ્રભા કીર્તિ કાંતિ, ધન વિભવ, સર્વસ્વ જનના નમું છું વંદું છું વિમળમુખ સ્વામી જગતના સહુ અદ્ભુતોમાં તુજ સ્વરૂપ અદ્ભુત નીરખું મહા જ્યોતિ જેવું નયન શશિ ને સૂર્ય સરખું દિશાની ગુફાઓ પૃથ્વી ઊંડું આકાશ ભરતો પ્રભો તે સૌથીએ પર પરમ તું દૂર ઊડતો પ્રભો તું આદિ છે શુચિ પુરુષ પુરાણ તું જ છે તું સૃષ્ટિ ધારે છે સૃજન પ્રલયે નાથ તું જ છે અમારા ધર્મોનો અહર્નિશ ગોપાલ તું જ છે અપાપી પાપીનું શિવ સદન કલ્યાણ તું જ છે પિતા છે એકાકી જડ સકલ ને ચેતન તણો ગુરૂ છે મોટો છે જનકુલ તણો પૂજ્ય તું ઘણો ત્રણે લોકે દેવા નથી તું જ સમો અન્ય ન થશે વિભુરાયા તુંથી અધિક પછી તો કોણ જ હશે વસે બ્રહ્માંડોમાં અમ ઉર વિશે વાસ વસતો તું આઘેમાં આઘે પણ સમીપમાં નિત્ય હસતો નમું આત્મા ઢાળી નમન લળતી દેહ નમજો નમું કોટિ વારે વળી પ્રભુ નમસ્કાર જ હજો અસત્યો માંહેથી પ્રભુ પરમ સત્યે તું લઈ જા ઊંડા અંધારેથી પ્રભુ પરમ તેજે તું લઈ જા મહામૃત્યુમાંથ...